વારંવાર પૂછાતા પ્રશ્નો

 

 

અમારા ઑનલાઈન ઍપ્લિકેશન ફૉર્મનો ઉપયોગ કરી તમે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. આ ફૉર્મ ભરવામાં સરળ છે અને એમાં બધું જ આવી જાય છે. તમારી જો કોઈ સમસ્યા હોય તો, અમારી કસ્ટમર સર્વિસને ગમે ત્યારે સંપર્ક કરી શકો છો અને અમારા એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકો છો.

પાત્રતા માટેના મૂળભૂત માપદંડો વિશે અમારા એલિજિબિલિટી સૅક્શનમાં જણાવવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તમે બહુ જલ્દી જ આઈઆઈએફએલ પર્સનલ લોન મેળવી શકશો!

તમારી માસિક ઈએમઆઈ તમારી ઈસીએસ અને એનએસીએચ મુજબ તમારા સેલેરી ઍકાઉન્ટમાંથી બાદ કરવામાં આવશે.

અમે નીચે મુજબની વધારાની ફીઝ ચાર્જ કરશું!

  1. પ્રોસેસિંગ ફી - 2% સુધી ચાર્જ કરાશે
  2. લેટ પેમેન્ટ ચાર્જીસ – ઈએમઆઈ ચૂકવવામાં ડીફોલ્ટ થાય ત્યારે જ.

 

સેન્ક્શન/વેલકમ લેટરમાં જણાવવામાં આવેલા દરો અને દંડ મુજબ લેટ પેમેન્ટ ચાર્જીસ બાઉન્સ ચાર્જીસ લાદવામાં આવશે. આથી અમારી ભલામણ છે કે, તમે ઈએમઆઈની ચૂકવણીમાં કોઈ ચૂક કરશો નહીં.

તમને સ્કૅનિંગ મશીન સુલભ હોય તો આજના ડિજિટલ યુગમાં, તમારી લોન અરજી ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે પૂર્ણ થઈ શકે છે.

લોનની મુદત (સમયગાળો) 12થી 60 મહિનાની વચ્ચે હોય છે.

હા, વધુ સારા ક્રેડિટ સ્કૉર માટે અને લોનની વધુ મોટી રકમ મેળવવા માટે સહ-અરજીકર્તા ઉમેરી શકાય છે. સહ-અરજીકર્તા ફૉર્મ ઍપ્લિકેશન ફૉર્મમાં મળી રહે છે. સહ-અરજીકર્તાની પસંદગી કરતા પહેલા બે વાર વિચાર જરૂર કરજો, એવી અમારી તમને વિનંતી છે.

લોનના હપ્તા છ મહિના સુધી ચૂકવ્યા બાદ અમે ખુશીપૂર્વક લોનનું પ્રીપેમેન્ટ (સમય કરતાં પહેલા) સ્વીકારીએ છીએ.

તમે અમારા ઑનલાઈન પૉર્ટલ પર અથવા અમારા કૉલ સેન્ટર પર ફોન કરીને તમારી સંપર્ક માહિતીમાં ફેરફાર કરી શકો છો અથવા અન્ય કોઈ પણ પ્રકારની મદદ પણ મેળવી શકો છો.

ઑનલાઈન પૉર્ટલ દ્વારા એનઈએફટી અને આરટીજીએસ ટ્રાન્સફરથી અમે ખુશીપૂર્વક પ્રીપેમેન્ટ્સ સ્વીકારીએ છીએ.

 

May I Help You

Submit