પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો

આઈઆઈએફએલ સાથે તમને શરૂઆતથી અંત સુધી 100% ઑનલાઈન પર્સનલ લોન ઉકેલ મળશે. એક જ ફૉર્મ દ્વારા પર્સનલ લોન માટેની પાત્રતા, આધાર દ્વારા પહેલેથી અરજી ભરી શકાય છે અને પાંચ મિનિટમાં મંજૂરી તથા દસ્તાવેજો ઑનલાઈન અપલૉડ કરી શકાય છે .

તમારી લોન મંજૂર થતાં જ, આઈઆઈએફએલના પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે તથા પર્સનલ લોન માટેની અંતિમ ઑફરની ખાતરી કરશે. આધાર ઈ-સાઈન સુવિધા દ્વારા તમે ઍગ્રીમેન્ટ પર સહી કરવાની પસંદગી પણ કરી શકો છો. તમારી સંમતિ પૉસ્ટ કરો અને આઠ કલાકની અંદર લોનની રકમ તમારા બૅન્ક ખાતામાં પ્રાપ્ત થઈ જશે.

પર્સનલ લોનની અરજીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, નીચે જણાવેલા દસ્તાવેજોની સૉફ્ટ કૉપી હાથવગી રાખવાની અમારી વિનંતી છેઃ

  • ઈ-કેવાયસી માટે આધાર નંબર. તમારે બસ નંબર આપવાનો રહેશે, કશું જ અપલૉડ કરવાની જરૂર નથી.
  • ઓળખપત્ર પુરાવો (કેવાયસી થઈ ગયું હોય તો આની જરૂર નથી)
  • રહેણાકનો પુરાવો (કેવાયસી થઈ ગયું હોય તો આની જરૂર નથી)
  • છેલ્લા ત્રણ મહિનાની લેટેસ્ટ સેલેરી સ્લિપ
  • સેલેરી ખાતાનું છેલ્લા ત્રણ મહિનાનું લેટેસ્ટ બૅન્ક સ્ટેટમેન્ટ
  • ભાડા કરાર (લાગુ પડતું હોય તો)

કૃપા કરી નોંધ લેશો કે જો તમારો મોબાઈલ નંબર આધાર માટે યુઆઈડીએઆઈ પાસે નોંધાયેલો નહીં હોય તો તમે ઈકેવાયસી નહીં કરી શકો.

May I Help You

Submit