સીએલએસએસ હેઠળ પાત્રતા માપદંડ

પ્રધાન મંત્રી આવાસ યોજના સીએલએસએસ યોજના હેઠળ સબસિડી લેવા માટે પાત્રતા માપદંડ ઓછી આવકનું જૂથ/ આર્થિક નબળો વર્ગ (ઈડબ્લ્યુએસ/ એલઆઈજી) અને મધ્યમ આવક જૂથ (એમઆઈજી- 1 અને 2) માટે વ્યાખ્યા કરાયો છે.

સીએલએલએસ પાત્રતા માપદંડ:


 • અરજદાર/ પરિવાર/ ઘરગથ્થુ દેશના કોઈ પણ ભાગમાં તેને અથવા તેના કોઈ પણ પરિવારના સભ્યને નામે પાકું ઘર નહીં ધરાવતા હોવા જોઈએ.
 • અરજદારે અગાઉ ક્યારેય ભારત સરકારની કોઈ પણ હાઉસિંગ યોજના હેઠળ કોઈ પણ કેન્દ્ર/ રાજ્યની સહાય લીધેલી નહીં હોવી જોઈએ.
 • મિલકતની માલિકીમાં એક પુખ્ત સ્ત્રી સભ્ય ફરજિયાત છે.
 • મિલકત પરિવારના સ્ત્રી સભ્ય દ્વારા સહ- માલિકીમાં ધરાવવી જોઈએ.
 • મિલકતનું સ્થળ 2011ની જનસંખ્યા અનુસાર બધાં કાનૂની શહેરો અને તેની પાડોશના નિયોજન ક્ષેત્ર (સરકાર દ્વારા સમયાંતરે અપડેટ કરાય છે)માં હોવું જોઈએ.

*લાભાર્થીના પરિવારમાં પતિ, પત્ની, અપરિણીત પુત્રો અને/ અથવા અપરિણીત પુત્રીઓનો સમાવેશ થાય છે.

વિવરણસીએલએસએસ- ઈડબ્લ્યુએસ/ એલઆઈજી
ઘરગથ્થુ આવક (વાર્ષિક)6 લાખ સુધી
સબસિડીની રકમ ગણવા માટે મુદત20 વર્ષ (અગાઉ 15 વર્ષ)
આવશ્યક દસ્તાવેજીકરણઅરજદાર, સહ- અરજદાર, પુખ્ત ઘરગથ્થુ સભ્યોના આધાર આવશ્યક છે.
ઘર નવીનીકરણઆવરી લેવાય છે

અહીં અમુક સંજોગો તમારા ઘરગથ્થુ માટે કઈ યોજના લાગુ થાય છે તે નક્કી કરવા તમને મદદરૂપ થવા માટે આપ્યા છે:

 • જો ઘરગથ્થુ વાર્ષિક આવક રૂ. 10 લાખ (એમઆઈજી-1) હોય અને પરિવાર ફક્ત પુરુષ સભ્યને નામે ઘર લેવા માગતો હોય અને મિલકત સ્ત્રીના સંયુક્ત નામે નહીં રાખવા માગતો હોય તો શું આવો પરિવાર સબસિડી માટે પાત્ર ઠરશે?

  ઉત્તર: હા, તે પાત્ર ઠરે છે, કારણ કે એમઆઈજી યોજના માટે સીએલએસએસ હેઠળ માપદંડ અનુસાર સ્ત્રી માલિકી અગ્રતા છે, પરંતુ ફરજિયાત નથી.

 • સ્ત્રીનું લગ્ન પૂર્વે પોતાને નામે ઘર હોય, લગ્ન પછી પતિ ઘર ખરીદી કરે અને સબસિડીના લાભ માટે અરજી કરે તો સીએલએસએસમાટે શું તે પાત્ર છે?

  ઉત્તર: ઘરગથ્થુ પત્નીને નામે એક ઘર ધરાવે છે. આથી બીજા ઘરની ખરીદી પર સબસિડી માટે તે પાત્ર નહીં બની શકે.

 • 23 વર્ષનો યુવાન પોતાના વાલી સાથે રહે છે અથવા નોકરી માટે મહાનગરમાં રહેવા જાય છે, જ્યાં તે ઘર ખરીદી કરવા માગે છે. તે ક્રેડિટ સબસિડી માટે પાત્ર બની શકે? જો હા હોય તો શા માટે અને જો ના હોય તો તેનાં શું કારણો છો?

  ઉત્તર: ઘરગથ્થુની વ્યાખ્યા અનુસાર: નોકરી કરતો વ્યક્તિગત સભ્ય (તેની વૈવાહિક સ્થિતિ ગમે તે હોય તો પણ) અલગ ઘરગથ્થુ તરીકે ગણી શકાય છે.

  આથી ઉક્ત કિસ્સામાં તે હોમ લોન માટે સબસિડી લેવા પાત્ર છે. વાસ્તવમાં આવા સંજોગોમાં સ્ત્રીની માલિકી ઈડબ્લ્યુએસ / એલઆઈજી યોજના હેઠળ આવશ્યક નથી.

May I Help You

Submit