પ્રધાન મંત્રી આવાસ યોજના- ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્ક્રીમ

Pradhan Mantri Awas Yojana – Credit Linked Subsidy Scheme

પ્રધાન મંત્રી આવાસ યોજના- ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્ક્રીમ

લોકોને તેમના સપનાનું ઘર વસાવવા માટે પગભર બનાવવા સન્માનનીય વડા પ્રધાને વ્યાપક અને પ્રગતિશીલ ધ્યેય પ્રધાન મંત્રી આવાસ યોજના- હાઉસિંગ ફોર ઓલ 17મી જૂન, 2015ના રોજ જાહેર કરી છે.

પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય)ની મુખ્ય ક્ષિતિજમાંથી એક ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ)નો સમાવેશ થાય છે, જે ઓછી આવકનું જૂથ/ આર્થિક નબળો વર્ગ (ઈડબ્લ્યુએસ/ એલઆઈજી) અને મધ્યમ આવક જૂથ (એમઆઈજી- 1 અને 2) માટે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 2011ની જનસંખ્યા અનુસાર બધાં કાનૂની શહેરો અને તેમના પાડોશી નિયોજન ક્ષેત્રો (સમયાંતરે સરકાર દ્વારા અપડેટ કરાય તે મુજબ)માં પાત્ર લાભાર્થીઓને ધિરાણ સંસ્થાઓ થકી નાણાકીય સહાય પૂરી પાડશે.

વ્યાજની સબસિડી બે કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ચેનલાઈઝ કરવામાં આવે છે, જેમાં નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી) અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો)નો સમાવેશ થાય છે. આ સર્વોચ્ચ સરકારી સંસ્થાઓ સબસિડી ધિરાણ સંસ્થાઓને ચેનલાઈઝ કરે છે અને તેઓ પાત્ર અરજદારોને સબસિડી મેળવવામાં મદદ કરે છે.

આઈઆઈએચએફએલ હોમ લોન્સ માન્યતાપ્રાપ્ત ધિરાણદાર છે અને લોનની અરજીની પાત્રતાના માપદંડને પહોંચી વળે તે મંજૂરી માટે એનએચબીને મોકલવામાં આવે છે. અરજદાર રૂ. 2.67 લાખ સુધી મહત્તમ વ્યાજની સબસિડી મેળવી શકે છે. કેન્દ્ર સરકાર વ્યાજની સબસિડી આપે છે અને તે પાત્ર લાભાર્થીના લોન ખાતામાં જમા થાય છે. આથી લાભાર્થીને 8.45 ટકાના વ્યાજ દરે 20 વર્ષની લોનની મુદત માટે રૂ. 20 લાખની લોનની રકમ ઉપર રૂ. 2.67 લાખની સબસિડી મળે છે તે વાસ્તવમાં 6.56 ટકાના અસરકારક હોમ લોન દરે મળે છે.

આઈઆઈએચએફએલ હોમ લોન દેશભરમાં લાભાર્થીઓને આ સબસિડી મેળવવામાં મદદરૂપ થાય છે.

ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ):


ઈડબ્લ્યુએસ અને એલઆઈજી ઘરો/ પરિવારો, જેમની વાર્ષિક ઘરગથ્થુ આવક રૂ. 6 લાખ સુધી હોય તેઓ આ યોજના હેઠળ સબસિડી લેવા માટે પાત્ર ઠરે છે. આ પરિવાર પાસે ભારતના કોઈ પણ ભાગમાં પાકું ઘર ના હોવું જોઈએ. સબસિડી લાભાર્થીના લોન ખાતામાં ઉપલક જમા કરાય છે, જેને લીધે ઘટતા અસરકારક હાઉસિંગ લોનના ઈએમઆઈમાં પરિણમે છે.

સીએલએસએસની વિશિષ્ટતાઓ

  • મહત્તમ સબસિડી રૂ. 2.67 લાખ* સુધી
  • વ્યાજની સબસિડી 20 વર્ષની મુદત કે લોનની મુદત માટે 6.5 ટકા*ના દરે, જેમાંથી જે પણ ઓછું હોય.
  • સબસિડી રૂ. 6 લાખ સુધીની લોનની રકમ પર જ મળશે અને રૂ. 6 લાખથી વધુ લોન, જો કોઈ હોય તો, બિન- સબસિડીના દરે મળશે.
  • આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે.

May I Help You

Submit