FAQs

 

 

તમે જો 18થી 75 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિક હો, અને તમે પગારદાર અથવા વ્યાવસાયિક હો, તો તમે આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સ લિમિટેડમાં હોમ લોન માટે અરજી કરી શકો છો.

હોમ લોન માટે સહ-અરજીકર્તાનું હોવું ફરજિયાત નથી પણ સહ-અરજીકર્તાનું હોવું તમારી પાત્રતા અને તમારી હોમ લોન મંજૂરીની શક્યતાને વધારે છે. તમે જો વ્યક્તિગત અરજીકર્તા હો તો, તમારા માતા-પિતા, તમારા પતિ/પત્ની અથવા તમારૂં સગીર વયનું સંતાન પણ સહ-અરજીકર્તા બની શકે છે. તમારી મિલકતનો સહ-માલિક સહ-અરજીકર્તા હોવો જોઈએ, પણ સહ-અરજીકર્તા સહ-માલિક હોય એ જરૂરી નથી. વ્યકિતગત ન હોય એવી સંસ્થાઓ જેમ કે ભાગીદારી પેઢી, એલએલપી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ સહ-અરજીકર્તા હોઈ શકે છે.

કરીને તમે હોમ લોન માટે અહીં ક્લિક. ઑનલાઈન અરજી કરી શકો છો. દસ્તાવેજોની અમારી જરૂરિયાતો સરળ છે અને હોમ લોન માટે અમે તાત્કાલિક મંજૂરી આપીએ છીએ. મદદ માટે તમે અમારા હેલ્પલાઇન નંબર : 1860-267-3000 પર કૉલ કરી શકો છો.

ઈએમઆઈ એટલે 'ઈક્વેટેડેટ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ', જે દર મહિનાની ચોક્કસ તારીખે તમારી હોમ લોન પેટે પાછી ચૂકવવામાં આવતી રકમ છે, લોન પૂરેપૂરી ભરાઈ ન જાય ત્યાં સુધી આ રકમ ચૂકવવાની રહે છે. આ રકમની ગણતરી એ રીતે કરવામાં આવે છે, જેમાં શરૂઆતના વર્ષોમાં મુદ્દલના ઘટક ભાગ કરતાં વ્યાજની ચૂકવણીનું પ્રમાણ ઊંચું હોય છે, તો લોનના ગાળાના પછીના વર્ષોમાં મુદ્દલના ઘટક ભાગનું પ્રમાણ મોટું હોય છે. અમે સૌથી સસ્તી હોમ લોન આપીએ છીએ, જેનો અર્થ થાય છે કે, આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડ હોમ લોન પરની ઈએમઆઈ સરખઆમણીમાં ઓછી હશે. આના કારણે તમારા ખિસ્સા પર વધુ દબાણ આવતું નથી.

તમે તમારી હોમ લોનનો કેટલોક હિસ્સો મેળવો છો અને જ્યાં સુધી મંજૂર કરાયેલી હોમ લોનની પૂરેપૂરી રકમ તમને મળી જતી નથી ત્યાં સુધી તમને ચુકવવામાં આવેલી રકમ પર તમારી પાસેથી સાદું વ્યાજ વસૂલવામાં આવે છે. આંશિક-ચૂકવણી પર ચૂકવવામાં આવતું આ સાદું વ્યાજ એટલે પ્રી-ઈએમઆઈ ઇન્ટ્રેસ્ટ (ઈએમઆઈ પૂર્વેનું વ્યાજ) .

અમારી પાસેથી તમે જે હોમ લોન લો છો તેની સામે જામીન (તારણ) તરીકે તમે જે મિલકત અમારી પાસે ગીરવે રાખવાના છો, તેનું વાજબી મૂલ્ય એટલે બજાર મૂલ્ય (માર્કેટ વેલ્યુ). અમારી એક ખાસ ટીમ પ્રવર્તમાન બજાર પરિસ્થિતિઓ તથા પ્રવાહોના આધારે આ મૂલ્યની ગણતરી કરેછે.

હા. ઈન્કમ ટેક્સ ઍક્ટ, 1961 અંતર્ગત તમારી હોમ લોનની મુદ્દલ તથા વ્યાજના ઘટક ભાગ પર કરલાભ મેળવવા માટે તમે પાત્રતા ધરાવો છો. દર વર્ષે આ લાભ અલગ અલગ હોઈ શકે છે, આથી તમારી લોન પર તમને કેટલો કરલાભ મળી શકે છે, એ જાણવા માટે કૃપા કરી અમારા લોન કાઉન્સેલરને પૂછો.

અન્ડર કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટી એ છે, જે બાંધકામની પ્રક્રિયા અંતર્ગત છે. તમે જ્યારે આવી 'અન્ડર કન્સ્ટ્રક્શન' પ્રૉપર્ટીમાં પ્રૉપર્ટી નોંધાવો છો ત્યારે પ્રૉપર્ટીનો તાબો ભવિષ્યની કોઈક તારીખે મળે છે.

તમે જ્યારે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટીમાં રિયલ એસ્ટેટ માટે હોમ લોન લો છો, ત્યારે તેની ખરીદી માટેની ચૂકવણી, બાંધકામની પ્રગતિની અમારી આકારણીના આધારે અમે હપ્તામાં તમને કરીએ છીએ, પણ આ બાબત ડેવલપરના કરાર (ઍગ્રીમેન્ટ) પ્રમાણે હોય એ જરૂરી નથી. અમારી સલાહ છે કે, તમે ડેવલપર સાથે એવો કરાર કરો જેમાં તમારી ચૂકવણીઓ બાંધકામની પ્રગતિ સાથે સંલગ્ન હોય. અગાઉથી નક્કી કરેલા સમય-આધારિત પત્રક પ્રમાણે આ કરાર ન કરવો એ બાબત તમારા હિતમાં છે.

ઘરના કુલ મૂલ્ય અને તમે હોમ લોનની જે રકમ માટે અરજી કરી છે, એની વચ્ચેનો ગાળો એટલે તમારૂં પોતાનું યોગદાન (ઑન કૉન્ટ્રિબ્યુશન). ઘર ખરીદવા માટે વાસ્તવમાં તમે તમારા ખિસ્સામાંથી જે રકમ ચૂકવો છો, તે એટલે ઑન કૉન્ટ્રિબ્યુશન.

હોમ લોન માટેના જામીન તરીકે સામાન્યપણે અમારા દ્વારા અપાયેલા ધિરાણથી લેવામાં આવેલી પ્રૉપર્ટી ગીરવે રાખવામાં આવે છે અને/અથવા અમારી જરૂરિયાત પ્રમાણે અન્ય કોઈ સમાંતર/વચગાળાનું તારણ પણ હોઈ શકે છે. તમારા માટે અત્યંત મહત્ત્વની બાબત એટલે પ્રૉપર્ટીનો માલિકીહક ચોખ્ખો, વેચાણપાત્ર અને કોઈપણ પ્રકારના બોજથી મુક્ત હોવો જોઈએ. તેના પર કોઈ પ્રવર્તમાન ગીરો, લોન અથવા મુકદ્દમા ન હોવા જોઈએ, આવું હોય તો પ્રૉપર્ટીના માલિકીહક પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.

 • માન્ય ભારતીય પાસપોર્ટ ધરાવતો દરેક ભારતીય નાગરિક એનઆરઆઈ હોમ લોન માટે પાત્ર છે.
 • હોમ લોન અરજીકર્તાના પાસપોર્ટ પર 'નો એન્ટ્રી'ની મહોર ન હોવી જોઈએ. આ મહોર હોય તો એનઆરઆઈ અરજીકર્તાને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોય. છે.
 • અરજી રજૂ કરવા માટે એનઆરઆઈ વ્યક્તિગત રીતે હાજર થવાનો હોય તો આવા અરજીકર્તાના પાસપોર્ટ પર માન્ય પ્રવેશ (એન્ટ્રી) વિઝા હોવો જોઈએ.
 • પીઆઈઓ / ઓસીઆઈ માટે અન્ય દેશના પાસપોર્ટની સાથે માન્ય પીઆઈઓ / ઓસીઆઈ કાર્ડની કોપીનો પણ જરૂરી દસ્તાવેજોમાં સમાવેશ થાય છે.

હોમ લોન મેળવવા માગતા એનઆરઆઈ નીચે જણાવેલા દેશોમાં નોકરી અને વસવાટ કરતા હોવા જોઈએઃ

 • ઉત્તર અમેરિકા – યુએસએ અને કૅનેડા
 • મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) – યુએઈ (માત્ર દુબઈ, શારજાહ, અબુ ધાબી), રિયાધ, બહેરિન, મસ્કત.
 • પૂર્વ એશિયાઈ દેશો – સિંગાપોર, મલેશિયા, હોંગ કોંગ, જાપાન, થાઈલૅન્ડ
 • યુરોપિયન યુનિયનમાંના બધા દેશ – (સ્પૅન, ગ્રીસ, પૉર્ટુગલ, ઈટલી સિવાચના)
 • ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ
 • હા, બધી જ એનઆરઆઈ હોમ લોન્સ માટે રહેવાસી ભારતીય પીઓએ આવશ્યક છે. અરજી કરતી વખતે એનઆરઆઈ અરજીકર્તા ભારતમાં હાજર હોય કે ન હોય પીઓએ જરૂરી છે.
 • પતિ કે પત્ની પીઓએ ધારક ન હોઈ શકે.
 • સહ-લોન લેનાર રહેવાસી ભારતીય પીઓએ પણ હોઈ શકે છે.
 • પીઓએ સહ-અરજીકર્તા હોઈ શકે છે, પણ જ્યારે લોનમાં અન્ય સહ-અરજીકર્તા પણ હોય ત્યારે પીઓએ સહ-અરજીકર્તા હોવો જ જોઈએ એવું ફરજિયાત નથી.

 

May I Help You

Submit