હોમ લોન ઈએમઆઈ કૅલ્ક્યુલેટર

|
1L
|
50L
|
1Cr
|
1.5Cr
|
2Cr
Years
|
1Y
|
5Y
|
10Y
|
15Y
|
20Y
|
25Y
|
30Y
%
|
5%
|
10%
|
15%
|
20%
|
25%

ઈએમઆઈ
18250

મુદ્દલ રકમ 100000

ચૂકવવાપાત્ર વ્યાજ 18250

હમણાં જ અરજી કરો

ઘર ખરીદતી વખતે સૌથી મહત્ત્વનું પરિબળ એટલે એ નક્કી કરવું કે લોન કેટલી લેવી. ધ્યાનમાં રાખવા જેવું ચાવીરૂપ પાસું એટલે ઈએમઆઈની રકમ કેટલી હશે અને આ રકમ તમારી અત્યારની માસિક આવકના પ્રમાણમાં પરવડે એવી છે કે નહીં. નીચે આપેલા આઈઆઈએફએલ હોમ લોન ઈએમઆઈ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરી તમે તમારી ઇએમઆઈની રકમનો અંદાજ લગાડી શકો છો.

ઓછી ઈએમઆઈ, આકર્ષક વ્યાજદરો અને લોન પુન:ચુકવણીમાટે 30 વર્ષ સુધીની મુદત સાથે આઈઆઈએફએલ હોમ લોન તમારા સપનાના ઘરની ઝડપી માલિકી સાથે લોન પાછી ચૂકવવા માટે નિરાંતભર્યો સમય આપે છે.

તમે પહેલેથી જ અન્ય કોઈ બૅન્ક અથવા એનબીએફસી પાસેથી હોમ લોન લીધી હોય અને તેમની સેવાથી નાખુશ છો અથવા ઈએમઆઈનું ભારણ ઘટાડવા માગો છો, તો તમે બૅલેન્સ ટ્રાન્સફર માટે અરજી કરી ને નાણાં બચાવી શકો છો.

“હોમ લોન ઈએમઆઈ એટલે શું?”
આનો અર્થ થાય છે, લીધેલી હોમ લોનની પુન:ચુકવણીતરીકે દર મહિનાની ચોક્કસ તારીખે લોન લેનાર વ્યક્તિએ લોન આપનારને ચૂકવવાની થતી નિયત રકમ. ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટનું ટૂકું સ્વરૂપ એટલે ઈએમઆઈ.

ઈએમઆઈ= મુદ્દલ રકમ + મુદ્દલ પર ચૂકવવાના થતા વ્યાજની રકમ. આ રકમની ચૂકવણી બૅન્કને અપાયેલી ઑટો ડેબિટ સૂચના અથવા પોસ્ટ ડેટેડ ચેક્સ દ્વારા થાય છે.

“મારી હોમ લોન ઈએમઆઈની ગણતરી કઈ રીતે કરાય છે?”
દર મહિને ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પેટે અથવા તમે જેની પાસેથી લોન લીધી છે તેને લોનના હપ્તા તરીકે કેટલી રકમ ચૂકવવાના છો, એ વિશે તમારી પાસે જાણકારી હોવી જોઈએ. ઈએમઆઈની ગણતરી મુદ્દલ રકમ, વ્યાજદર, લોનનો ગાળો અને ગણતરીની પદ્ધતિ જેવા સંયોજનોના આધારે થાય છે.

ઈએમઆઈની ગણતરીનું સૂત્ર છે.
emi-calculation

અહીં, Eનો અર્થ છે ઈએમઆઈ, Pનો અર્થ થાય છે પ્રિન્સિપલ (મુદ્દલ), Rનો અર્થ છે રેટ ઑફ ઈન્ટ્રેસ્ટ (વ્યાજદર). N લોનનો ગાળો દર્શાવે છે. દર મહિને ચૂકવવા પાત્ર રકમ નિયત અથવા સ્થિર રહે છે, પણ સમય પસાર થવા સાથે, તમે વ્યાજ માટે ઓછી અને મુદ્દલ માટે વધુ ચૂકવણી કરતા થશો.

આમ છતાં, તમારે કેટલી ઈએમઆઈ ચૂકવવાની આવશે એ સમજવા માટે, સૌથી પહેલી બાબત તમારે જાણવી જોઈએ તે એ છે કે, તમે કેટલી લોન લઈ શકો છો. તમારી પાત્રતાની ગણતરી કરવા માટે તમારે પૅન કાર્ડ ક્રમાંક, જન્મતારીખ જેવી કેટલીક મૂળભૂત વ્યક્તિગત માહિતી તથા તમે જેં કંપની માટે કામ કરો છો તેનું નામ, આવકનું ધોરણ તથા નોકરીનો ગાળો જેવી વ્યાવસાયિક માહિતી આપવી પડશે. આ પરિબળો તમારી લોન પર લાગુ થનારા વ્યાજદર પર અસર કરે છે. સમયસર ચૂકવણી કરવા માટે, પહેલાથી જ ઈએમઆઈની ચોક્કસ રકમની ગણતરી કરી લેવી આવશ્યક છે. ઈએમઆઈ તમને અંદાજો લગાડવામાં મદદ કરે છે કે, તમે જે લોન લેવા માગો છો એ પરવડે એવી છે કે નહીં.

પાત્રતા ચકાસો
ઉદાહરણ -
અભિજિત પાંચ વર્ષનો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે અને દર મહિને રૂ. 70,000ની આવક ધરાવે છે. તે રૂ. 50,000,00ના મૂલ્યની મિલકત ખરીદવા માગે છે. તેના પગારના આધારે તેને કેટલી લોન મળી શકે છે? તેની ઈએમઆઈની રકમ કેટલી હશે?

કુલ હોમ લોન રકમ મેળવવા માટેની પાત્રતા રૂ. 42,50,000 હશે અને ઈ.એમ.આઈ.નો આંકડો રૂ. 40,033 જેટલો હશે અને લોનનો ગાળો 20 વર્ષનો હશે.


 

May I Help You

Submit