આઈઆઈએફએલ બૉન્ડ સાથે તમારા રોકાણ પર 10.50% મેળવવાની અદભુત તક

Jan 23, 2019 7:30 IST 8617 views

ડૅબ્ટ રોકાણો પર ઊંચા વળતરની અપેક્ષા રાખતા રિટેલ રોકાણકારો આઈઆઈએફએલના નૉન-કન્વર્ટેબલ ડીબૅન્ચર્સના (એનસીડી) પબ્લિક ઈશ્યુમાંથી દર વર્ષે 10.50% જેટલું ઊંચું વળતર મેળવી શકે છે. માર્કેટ લિન્ક્ડ સિક્યોરિટીઝમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળનારૂં વળતર હજી પણ 6-7%ની આસપાસ છે, એવા વાતવરણમાં વળતરનો આ દર આકર્ષક ગણાય.
બાંધી આવક ધરાવતા રોકાણકારોને મળતું નીચું વળતર જોતાં આઈઆઈએફએલ  દ્વારા ઑફર કરાતા બૉન્ડ પર મળનારી સર્વોચ્ચ ઉપજ રોકાણકારો માટે સારા સમયની એંધાણી છે. એનસીડી સામાન્યપણે ઍક્સ્ચૅન્જીસમાં લિસ્ટ કરાય છે અને સૂચિત મુદ્દતમાં તેની લે-વેચ કરી શકાય છે, અને ડીમેટ ઍકાઉન્ટ ધરાવનાર કોઈપણ રોકાણકાર તેમાં રોકાણ કરી શકે છે.
આઈઆઈએફએલ દ્વારા જારી કરવામાં આવેલા એનસીડી બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે, જેથી રોકાણકારોને તરલતા (લિક્વિડિટી) પૂરી પાડી શકાય. રોકાણકારો પાસે 120 મહિનાની મદ્દત માટે માસિક અને વાર્ષિક ચૂકવણીના વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક હોય છે. અન્ય ઉપલબ્ધ મુદ્દતમાં 39 અને 60 મહિનાના વિકલ્પો છે. આઈઆઈએફએલના બૉન્ડ સંસ્થાકીય શ્રેણી માટે પણ વાર્ષિક 10.50% ના દરે ઉપલ બ્ધ છે. 
 આઈઆઈએફએલ ગ્રુપના આઈઆઈએફએલ ફાઈનાન્સ બૉન્ડ્ઝનો પબ્લિક ઈશ્યુ 22મી જાન્યુઆરી, 2019ના દિવસે વહેલો તે પહેલોના ધોરણે રૂ. 1,000ના અંકિત મૂલ્ય પર ખૂલશે અને અરજીની લઘુતમ સાઈઝ તમામ શ્રેણીઓ માટે રૂ. 10,000 રહેશે.
આ સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ નૉન-કન્વર્ટિબલ ડીબૅન્ચર્સ દ્વારા આઈઆઈએફએલ રૂ. 2,000 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે, આ ભંડોળનો આશય વ્યવસાય વૃદ્ધિ તથા વિસ્તરણનો રહેશે. એનસીડી ઈશ્યુ અંગે ટિપ્પણી કરતા, આઈઆઈએફએલ ગ્રુપના સીએફઓ શ્રી પ્રબોધ અગરવાલે જણાવ્યું હતું કે, “ આ ઈશ્યુ દ્વારા ઊભા થનારા ભંડોળનો ઉપયોગ આગળ વધતું ધીરાણ, ફાઈનાન્સિંગ અને સામાન્ય કૉર્પોરેટ કાર્ય માટે કરાશે. આ પૂર્વે આઈઆઈએફએલ ગ્રુપ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા દરેક બૉન્ડઝનું ભરણું વધુ (ઑવર-સબસ્ક્રાઈબ્ડ) રહ્યું છે અને તેની પુનર્ચુકવણી ઝડપી રહી છે અને નિયત સમયે થઈ છે.”
સારી પેઠે સ્થાપિત, રોકડનો સમૃદ્ધ પ્રવાહ ધરાવતી અને ઉચ્ચ રેટિંગ ધરાવતી કંપનીઓના ડીબૅન્ચર્સ પર પસંદગી ઉતારવાનું સૂચન સલાહકારો આપતા હોય છે; અને આઈઆઈએફએલ યોગ્ય પસંદગીની તમામ પૂર્વશરતો પર સફળતાપૂર્વક પાર ઉતરે છે. આઈઆઈએફએલ 23 વર્ષ કરતાં વધુનો સુદૃઢ દેખાવ ધરાવે છે તથા ફાઈનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત કંપની છે. કંપનીની સબસિડિયરી આઈઆઈએફએલ ફાઈનાન્સે મજબૂત આર્થિક કામગીરીનું પ્રદર્શન કર્યું છે અને 30 સપ્ટેમ્બર, 2018ના દિવસે પૂર્ણ થયેલા અડધા વર્ષમાં કર બાદનો રૂ. 357.2 કરોડનો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 69%ની વૃદ્ધિ સૂચવે છે. આઈઆઈએફએલ  ફાઈનાન્સ સારી પેઠે કૅપિટલાઈઝ્ડ એનબીએફસી છે, 20 સપ્ટેમ્બર, 2018ના રોજ જેની નેટ વર્થ રૂ. 4,000 કરોડ અને કુલ કૅપિટલ એડીક્વસી રૅશિયો (સીએઆર) 18.7% હતો. આમાં 15.5%ની  ટાયર વન મૂડી સમાવિષ્ટ છે, આની સામે વૈધાનિક જરૂરિયાત અનુક્રમે 15% અને 10% હોય છે. વધુમાં, ક્રિસિલે આ સાધનને એએ/સ્ટેબલનું રેટિંગ આપ્યું છે, જેનો અર્થ થાય છે કે આ સાધન આર્થિક જવાબદારીઓની સમયસર સર્વિસિંગના ઉચ્ચ પ્રમાણની સાથે પ્રમાણમાં ડિફૉલ્ટનું ઓછું જોખમ ધરાવે છે.

Tags:

May I Help You

Submit